Meshullam વિશે બાઇબલની કલમો: 11. Two persons who rebuilt portions of the wall
11. Two persons who rebuilt portions of the wall વિશે કલમો
તેઓની પાસે હાક્કોસનો દીકરો, ઉરિયાનો દીકરો, મરેમોથ મરામત કરતો હતો. તેની પાસે મશેઝાબએલનો દીકરો બેરેખ્યાનો દીકરો મશુલ્લામ મરામત કરતો હતો. તેની પાસે બાનાહનો દીકરો સાદોક સમારકામ કરતો હતો.
¶ જૂના દરવાજાનું સમારકામ પાસેઆનો દીકરો યોયાદા તથા બસોદ્યાનો દીકરો મશુલ્લામ કરતા હતા. તેઓએ તેના પાટડા ગોઠવ્યા, તેના દરવાજા બેસાડ્યા અને મિજાગરાં જડીને ભૂંગળો બેસાડી.
તેની બાજુમાં શેલેમ્યાનો પુત્ર હનાન્યા અને સાલાફનો છઠ્ઠો પુત્ર હાનૂન બીજા એક ભાગની મરામત કરતો હતો. તેની બાજુમાં બેરેખ્યાનો પુત્ર મશુલ્લામ તેની ઓરડીના સામે વાળા ભાગની મરામત કરતો હતો.