Skip to content

Heredity વિશે બાઇબલની કલમો

12 કલમો

મુખ્ય બાઇબલ કલમો

  1. તમારે તેઓને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેઓની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમારો ઈશ્વર યહોવાહ છું અને આવેશ રાખનાર છું. મારા લોકો જગતના દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે મારી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ મારા દુશ્મન બને છે અને હું તેઓને અને તેઓના સંતાનોને ત્રીજી તથા ચોથી પેઢી સુધી સજા કરીશ.

  2. પરંતુ મારા પર પ્રેમ રાખનાર અને મારી આજ્ઞાનું પાલન કરનારની હજારો પેઢી પર હું દયાભાવ દર્શાવીશ.

  3. તું ખૂંદાયેલા મૃતદેહ જેવો છે, તને તેઓની સાથે દાટવામાં આવશે નહિ, કારણ કે તેં જ તારા દેશનો નાશ કર્યો છે. તેં જ તારા પોતાના લોકની કતલ કરી છે દુર્જનોનાં સંતાનના નામ ફરી કોઈ લેશે નહિ.”

  4. તેઓના પિતૃઓના અન્યાયને લીધે તેઓના દીકરાઓને સંહાર માટે તૈયાર કરો, રખેને તેઓ ઊઠે અને પૃથ્વીનું વતન પામે, તથા જગતને નગરોથી ભરી દે.

  5. જુઓ, એ મારી આગળ લખેલું છે: હું તેઓને એનો બદલો વાળ્યા વિના, શાંત બેસી રહેનાર નથી; હું તેઓને બદલો વાળી આપીશ.

  6. હું તેઓનાં પાપોને તથા તેઓના પૂર્વજોનાં પાપોનો બદલો વાળી આપીશ,” એમ યહોવાહ કહે છે. “જેઓએ પર્વતો પર ધૂપ બાળ્યો છે અને ટેકરીઓ પર મારી નિંદા કરી તેનો બદલો વાળીશ. વળી હું તેઓની અગાઉની કરણીઓને તેઓના ખોળામાં માપી આપીશ.”

  7. ¶ “તે દિવસ પછી કોઈ એમ નહિ કહે કે, ‘પિતાઓએ ખાટી દ્રાક્ષા ખાધી છે અને બાળકોના દાંત ખટાઈ ગયા છે.’

  8. કેમ કે દરેક માણસ પોતાના પાપને લીધે મરશે; જે માણસો ખાટી દ્રાક્ષ ખાશે તેઓના દાંત ખટાઈ જશે.

  9. ¶ પણ તમે કહો છો “શા માટે પિતાનાં પાપોની શિક્ષા દીકરો ભોગવતો નથી?” જો દીકરાએ નેકીથી તથા પ્રમાણિકપણે મારા નિયમોનું પાલન કર્યું હશે, તે પ્રમાણે કર્યું હશે. તેથી તે નિશ્ચે જીવતો રહેશે.

  10. જે પાપ કરશે તે માર્યો જશે. દીકરો પોતાના પિતાના અન્યાયની શિક્ષા ભોગવશે નહિ, કે પિતા પોતાના દીકરાના અન્યાયની શિક્ષા ભોગવશે નહિ. ન્યાયી માણસની નેકી તેને શિરે અને દુષ્ટની દુષ્ટતા તેને શિરે.

  11. જે મનુષ્યદેહથી જન્મેલું છે તે મનુષ્યદેહ છે; અને જે પવિત્ર આત્માથી જન્મેલું છે તે આત્મા છે.

  12. મેં તને કહ્યું કે, તમારે નવો જન્મ પામવો જોઈએ, તેથી આશ્ચર્ય પામતો નહિ.