Skip to content

Genius વિશે બાઇબલની કલમો

16 કલમો · 1 પાસું

મુખ્ય બાઇબલ કલમો

  1. “જુઓ, મેં યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલને નામ લઈને બોલાવ્યો છે.

  2. ¶ બુદ્ધિ, સમજણ, ડહાપણ તથા સર્વ પ્રકારના કળાકૌશલ્યની બાબતમાં મેં તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે.

  3. એ માટે કે તે હોશિયારીથી નમૂનો તૈયાર કરે અને સોનામાં, ચાંદીમાં, પિત્તળમાં,

  4. જડવાને માટે પાષાણ કોતરવામાં તથા લાકડામાં નકશી કોતરવામાં અને સર્વ પ્રકારની કારીગરીમાં તે કામ કરે.

  5. ¶ વળી તેની સાથે કામ કરવા માટે મેં દાનના કુળના અહીસામાખના દીકરા આહોલીઆબને પસંદ કર્યો છે. જે બુદ્ધિમાન છે તે સર્વનાં હૃદયોમાં મેં બુદ્ધિ મૂકી છે, એ માટે કે મેં તને જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તે સર્વ તેઓ બનાવે.

  6. આ સાથે મુલાકાતમંડપ, કરારકોશ, તે પરનું દયાસન, મંડપનો સરસામાન;

  7. બાજઠ અને તેનાં પરની સામગ્રી, શુદ્ધ સોનાની દીવી અને તેનાં સાધનો, ધૂપ કરવાની વેદી,

  8. દહનીયાર્પણની વેદી અને તેનાં બધાં સાધનો, હાથપગ ધોવાની કુંડી અને તેનું તળિયું.

  9. ¶ યાજક હારુન અને તેના પુત્રો માટે સેવા સમયે પહેરવાનાં પવિત્ર પોષાક,

  10. અભિષેક માટેનું તેલ અને પવિત્રસ્થાનને માટે સુગંધીદાર ધૂપ; તે સર્વ સંબંધી મેં તને જે આજ્ઞાઓ આપી છે તે પ્રમાણે તેઓ કરે.”

  11. ¶ મૂસાએ ઇઝરાયલી લોકોને કહ્યું, “જુઓ, યહોવાહે યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા, બસાલેલને નામ લઈને બોલાવ્યો છે.

  12. બુદ્ધિ, સમજણ, ડહાપણ તથા સર્વ પ્રકારના કળાકૌશલ્યની બાબતે યહોવાહે તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે.

  13. એ માટે કે તે હોશિયારીથી નમૂના તૈયાર કરે અને સોનામાં, ચાંદીમાં, પિત્તળમાં,

  14. જડવાને માટે પાષાણ કોતરવામાં, લાકડામાં નકશી કોતરવામાં તથા સર્વ પ્રકારની ઉત્તમ કારીગરીમાં તે કામ કરે.

  15. ¶ યહોવાહે તેને તથા દાનના કુળના અહીસામાખના દીકરા આહોલીઆબને તેણે શીખવવાનું મન આપ્યું છે.

  16. તેણે તેઓને સર્વ પ્રકારનું કામ કરવાનું કૌશલ્ય આપ્યું છે કે તેઓ કોતરણીનું, સીવણનું, ભરતકામના કિરમજી રંગના વસ્ત્રના પડદાઓના ભરતકામ તૈયાર કરવાનું, ભૂરા, જાંબુડિયા તથા કિરમજી ઊનના અને ઝીણા શણના ભરત ભરનારની અને વણકરની સર્વ પ્રકારની કારીગરી એટલે હરકોઈ પ્રકારની કારીગરી કરનારની તથા નિપુણ કાર્યો યોજનારાઓની કારીગરી કરે.