Eternal Life વિશે બાઇબલની કલમો: Cannot be inherited by works
Cannot be inherited by works વિશે કલમો
જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; ‘કોઈ ન્યાયી નથી, એક પણ નથી;
સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી;
તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી
તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે; તેઓના હોઠોમાં સાપનું ઝેર છે!
તેઓનું મોં શ્રાપથી તથા કડવાશથી ભરેલું છે;
તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે;
તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે;
શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથી
તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.’”
¶ હવે આપણે જાણીએ છીએ કે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે, તેઓને નિયમશાસ્ત્ર કહે છે, જેથી દરેક મોં બંધ થાય, અને આખું માનવજગત ઈશ્વરની આગળ દોષિત ઠરે.