Skip to content

Character વિશે બાઇબલની કલમો

7 કલમો · 2 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. ¶ જો કોઈ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે, તેની પાસે જાય, પછી તેને ધિક્કારે,

  2. તેને બદનામ કરીને તેના પર ખોટા આરોપ મૂકીને કહે કે, “મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેની પાસે ગયો, ત્યારે મેં જોયું તો તેનામાં કૌમાર્યનાં કોઈ ચિહ્ન મને મળ્યાં નહિ.”

  3. ¶ તો તે કન્યાના માતાપિતા તેના કૌમાર્યનાં પુરાવા ગામના વડીલો પાસે લાવે.

  4. ¶ અને કન્યાના પિતા ગામના વડીલોને કહે કે, “મેં મારી દીકરીને આ પુરુષને પરણાવી, હવે તે તેને ધિક્કારે છે.”

  5. જો તે તેના પર ખોટા આરોપ મૂકીને કહે છે કે, “મને તમારી દીકરીમાં કૌમાર્યનાં પુરાવા મળ્યા નથી પણ મારી દીકરીના કૌમાર્યના પુરાવા આ રહ્યા.” પછી તેઓ ગામના વડીલો આગળ ચાદર પાથરે.

  6. ¶ ત્યારે તે નગરના વડીલો તે પુરુષને પકડીને સજા કરે;

  7. તેઓ તેને સો શેકેલ ચાંદીનો દંડ કરે, તે કન્યાના પિતાને આપે, કેમ કે તે પુરુષે ઇઝરાયલની કન્યા પર ખોટા આરોપ મૂક્યો છે. તે હંમેશા તેની પત્ની તરીકે રહે; તેના બધા દિવસો દરમિયાન તે તેને દૂર કરી શકે નહિ.