Aholah વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
તેઓમાંની મોટી બહેનનું નામ ઓહોલાહ હતું અને નાની બહેનનું નામ ઓહોલીબાહ હતું. તેઓ બન્ને મારી થઈ અને તેઓને દીકરાઓ તથા દીકરીઓ થયાં. તેઓનાં નામોના અર્થ આ છે: ઓહોલાહનો અર્થ સમરુન અને ઓહોલીબાહનો અર્થ યરુશાલેમ છે.
¶ “ઓહોલાહ મારી હતી, છતાં તેણે ગણિકાવૃત્તિ ચાલુ રાખી. તે પોતાના પ્રેમીઓ, એટલે આશ્શૂરના યોદ્ધાઓ ઉપર મોહી પડી હતી.
¶ યહોવાહે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તું ઓહોલાહ અને ઓહોલીબાહનો ન્યાય કરશે? તો તેઓએ જે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે તે તેઓને જણાવ.
જેમ લોકો વેશ્યા પાસે જાય છે તેમ તેઓ તેની પાસે ગયા, આ રીતે તેઓએ તે ગણિકા સ્ત્રીઓ ઓહોલાહ તથા ઓહોલીબાહ પાસે જવાનું ચાલું રાખ્યું.