Access to God વિશે બાઇબલની કલમો: Saints earnestly seek
Saints earnestly seek વિશે કલમો
યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.
હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે ઈશ્વર, તમારે માટે મારો આત્મા તલપે છે.
ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે, મારો આત્મા તરસે છે; હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ?
તમારું સત્ય તથા પ્રકાશ પ્રગટ કરો; જેથી તેઓ મને દોરે; તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં અને તમારા મુલાકાતમંડપમાં લાવે.
હે સૈન્યોના યહોવાહ, તમારું નિવાસસ્થાન કેવું મનોહર છે!
મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે; જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.