મુખ્ય સામગ્રી પર જાઓ

Jezaniah

4 કલમો · 1 કુટુંબનો સભ્ય

આ નામે પણ ઓળખાય છે: Jaazaniah, Azariah

Jezaniah નો ઉલ્લેખ કરતી કલમો

  1. જયારે સૈનિકોના સેનાપતિઓએ અને તેઓના માણસોએ સાંભળ્યું કે બાબિલના રાજાએ ગદાલ્યાને ઉપરી તરીકે નીમ્યો છે, ત્યારે તેઓ મિસ્પામાં આવ્યા. તે આ માણસો હતા: એટલે નથાન્યાનો દીકરો ઇશ્માએલ, કારેઆનો દીકરો યોહાનાન, નટોફાથી તાન્હુમેથનો દીકરો સરાયા તથા માખાથીનો દીકરો યઝાન્યા, તેઓના માણસો ગદાલ્યાને મળ્યા.

  2. ત્યારે નથાન્યાનો દીકરો ઇશ્માએલ, કારેઆનો દીકરો યોહાનાન અને યહોનાથાન તાન્હુમેથનો દીકરો સરાયા, એફાય નટોફાથીના દીકરા; માખાથીનો દીકરો યઝાન્યા તથા તેઓના માણસો મિસ્પાહમાં ગદાલ્યાની પાસે આવ્યા.

  3. ¶ પછી સૈન્યોના સર્વ સરદારો, કારેઆનો દીકરો યોહાનાન અને હોશાયાનો દીકરો યઝાન્યા નાના તેમ જ મોટા બધા લોકો યર્મિયા પ્રબોધક પાસે ગયા.

  4. ત્યારે હોશાયાના દીકરા અઝાર્યાએ અને કારેઆના દીકરા યોહાનાને તથા બીજા અભિમાની માણસોએ યર્મિયાને કહ્યું, “તું જૂઠું બોલે છે. અમે મિસરમાં જઈએ તેવું અમારા ઈશ્વર યહોવાહે તને કહ્યું નથી.’