ગીતશાસ્ત્ર ૬૭
દૈવી આશીર્વાદ અને પ્રકાશ માટે પ્રાર્થના ૧–૨
૧
ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો અને અમારા પર તેમના મુખનો પ્રકાશ પાડો.
૨
જેથી પૃથ્વી પર લોકોને તમારા માર્ગો જણાય, તમારાથી કરતો ઉદ્ધાર સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય.
પ્રજાઓને સ્તુતિ માટેનું આહ્વાન ૩–૫
૩
હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
૪
પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે, કારણ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો અને પૃથ્વી પરની પ્રજાઓ પર તમે રાજ કરશો. સેલાહ
૫
હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
ઈશ્વરના આશીર્વાદનું ફળ ૬–૭
૬
પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે અને ઈશ્વર, આપણા ઈશ્વરે, આપણને આશીર્વાદિત કર્યા છે.
૭
ઈશ્વરે આપણને આશીર્વાદિત કર્યા છે અને પૃથ્વીના અંત સુધી સર્વ લોકો તેમનાથી બીશે.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0
Study note