મુખ્ય સામગ્રી પર જાઓ

ગીતશાસ્ત્ર૧૪૨

ગુફામાંથી તીવ્ર પોકાર

હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું; ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું.
તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું; હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું.

મુશ્કેલીઓ અને ફાંદાઓથી ઘેરાયેલો

જ્યારે મારો આત્મા નિર્બળ થાય છે, ત્યારે તમે મારા માર્ગો જાણો છો. જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ મારે માટે પાશ સંતાડી મૂક્યો છે.
હું મારી જમણી બાજુએ જોઉં છું, તો ત્યાં મારી સંભાળ લેનાર કોઈ નથી. મારું નાસવું નિષ્ફળ ગયું છે; મારા જીવનની સંભાળ લેનાર કોઈ નથી.

યહોવા મારો એકમાત્ર આશ્રય છે

હે યહોવાહ, મેં તમને વિનંતિ કરીને કહ્યું, “તમે જ મારો આશ્રય છો, મારી જિંદગીપર્યંત તમે મારો વારસો છો.
મારો પોકાર સાંભળો, કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું; મને સતાવનારાના હાથમાંથી છોડાવો, કેમ કે તેઓ મારા કરતા બળવાન છે.
મારા આત્માને બંદીવાસમાંથી બહાર લાવો, કે જેથી હું તમારા નામનો આભાર માની શકું. ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે કેમ કે તમે મારા માટે ભલા છો.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options