ઝખાર્યા ૮:૧-૮
૧
¶ સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું,
૨
“સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: ‘મને સિયોન માટે ઘણો આવેશ છે, તેથી મને તેના પર ઘણો ગુસ્સો આવે છે.’
૩
સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: હું સિયોનમાં પાછો આવ્યો છું અને યરુશાલેમની મધ્યે રહીશ, કેમ કે યરુશાલેમ સત્યનું નગર કહેવાશે અને સૈન્યોના યહોવાહનો પવિત્ર પર્વત કહેવાશે.’”
૪
સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, ‘યરુશાલેમમાંની ગલીઓમાં ફરીથી વૃદ્ધ પુરુષો તથા સ્ત્રીઓ, ઘણી ઉંમર થઈ ગઈ હોવાને લીધે હાથમાં લાકડી લઈને બેસશે.
૫
નગરની શેરીઓ તે નગરમાં રમતાં છોકરાઓ તથા છોકરીઓથી ભરપૂર થશે.’”
૬
સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે; ‘જો તે આ દિવસોના બાકી રહેલા લોકોની નજરમાં અદ્ભૂત લાગે છે, તો તે મારી નજરમાં પણ અદ્દભુત લાગે?” એવું સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે.
૭
સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, ‘જુઓ હું મારા લોકોને પૂર્વના તથા પશ્ચિમના દેશમાંથી બચાવી લાવીશ!
૮
હું તેઓને પાછા લાવીશ, તેઓ યરુશાલેમની મધ્યે રહેશે, તેઓ મારી પ્રજા થશે, હું સત્યથી તથા નીતિથી તેઓનો ઈશ્વર થઈશ!”
Settings