ગીતશાસ્ત્ર ૮૬:૧૪-૧૭
૧૪
હે ઈશ્વર, ઘમંડી માણસો મારી સામા ઊઠ્યા છે. અને ક્રૂર માણસો મારો સંહાર કરવા માટે મારી પાછળ પડ્યા છે. તેઓ તમારું સન્માન કરતા નથી.
૧૫
પણ, હે પ્રભુ, તમે તો દયાથી તથા કરુણાથી ભરપૂર, ક્રોધ કરવામાં ધીમા અને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ, એવા ઈશ્વર છો.
૧૬
મારી તરફ ફરો અને મારા પર દયા કરો; તમારા આ દાસને તમારું સામર્થ્ય આપો; તમારી દાસીના દીકરાને બચાવો.
૧૭
તમારી ભલાઈનું ચિહ્ન મને આપો. પછી જેઓ મને ધિક્કારે છે તેઓ જોઈને શરમાઈ જશે કેમ કે, હે યહોવાહ, તમે મને મદદ કરી છે અને દિલાસો આપ્યો છે.
Settings