Skip to content
ગીતશાસ્ત્ર ૮૩:૧૩-૧૮

અંતિમ હેતુ: ઈશ્વરનું સાર્વભૌમત્વ પ્રગટ થાય

ગીતશાસ્ત્ર ૮૩:૧૩-૧૮
૧૩
હે મારા ઈશ્વર, તેઓને વંટોળિયાની ધૂળ જેવા, પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
૧૪
જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
૧૫
તમારા વંટોળિયાઓથી અને તમારા તોફાનોથી તેમનો પીછો કરો અને તેમને ત્રાસ પમાડો.
૧૬
બદનામીથી તેઓ પોતાનાં મુખ સંતાડે કે જેથી, હે યહોવાહ, તેઓ તમારું નામ શોધે.
૧૭
તેઓ હંમેશા લજ્જિત થાઓ અને ગૂંચવાઈ જાઓ; તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
૧૮
જેથી તેઓ જાણે કે તમે એકલા જ યહોવાહ છો, તમે એકલા જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options