મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૧૦૪:૧-૪

ઈશ્વરની અતીન્દ્રિય મહિમા

ગીતશાસ્ત્ર ૧૦૪:૧-૪
હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. હે યહોવાહ મારા ઈશ્વર, તમે અતિ મહાન છો; તમે વૈભવ તથા ગૌરવ ધારણ કર્યાં છે.
તમે વસ્ત્રની જેમ અજવાળું પહેર્યું છે; પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો.
તમારા આકાશી ઘરનો પાયો તમે અંતરિક્ષનાં પાણી પર નાખ્યો છે; તમે વાદળાંને તમારા રથ બનાવ્યા છે; તમે પવનની પાંખો પર સવારી કરો છો.
તમે પવનોને તમારા દૂત બનાવો છો અને તમારા સેવકો અગ્નિના ભડકા છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options