Skip to content
નીતિવચનો ૨૦:૨૬-૩૦

રાજા, ઈશ્વરનું નિયંત્રણ અને શિસ્ત

નીતિવચનો ૨૦:૨૬-૩૦
૨૬
જ્ઞાની રાજા દુષ્ટોને વિખેરી નાખે છે અને તેઓને કચડી નાખે છે.
૨૭
માણસનો આત્મા યહોવાહનો દીવો છે, તે હૃદયના અંતરના ભાગોને તપાસે છે.
૨૮
કૃપા અને સત્ય રાજાનું રક્ષણ કરે છે, તેનું રાજ્યાસન વફાદારી પર ટકેલું છે.
૨૯
યુવાનોનું ગૌરવ તેઓનું બળ છે અને વૃદ્ધ પુરુષોની શોભા માથાનાં પાળિયાં છે.
૩૦
ચાબખા અને ઘા દુષ્ટતાને ભૂંસી નાખે છે અને ફટકા હૃદયના અંતરના ઊંડાણ સુધી પહોંચે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options