મુખ્ય સામગ્રી પર જાઓ
નીતિવચનો ૧૯:૨૦-૨૪

સલાહ અને ઈશ્વરનું સાર્વભૌમત્વ

નીતિવચનો ૧૯:૨૦-૨૪
૨૦
સલાહ સાંભળીને શિખામણ સ્વીકાર; જેથી તું તારા આયુષ્યનાં અંતિમ ભાગમાં જ્ઞાની થાય.
૨૧
માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે, પણ ફક્ત યહોવાહની ઇચ્છાઓ જ કાયમ રહેશે.
૨૨
માણસ પોતાની દયાવૃત્તિના પ્રમાણમાં પ્રિય થાય છે; જૂઠા માણસ કરતાં ગરીબ માણસ વધારે સારો છે.
૨૩
યહોવાહનું ભય જીવનદાન અને સંતોષ આપે છે તેથી તેનું ભય રાખનાર પર નુકસાનકારક માર આવશે નહિ.
૨૪
આળસુ પોતાનો હાથ થાળીમાં મૂકે છે ખરો, પણ તેને પોતાના મોં સુધી ઉઠાવવાનું તેનું મન થતું નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options