Skip to content
ગણના ૩૫:૯-૧૩

ગણના ૩૫:૯-૧૩

પછી યહોવાહે મૂસાને કહ્યું,
૧૦
“તું ઇઝરાયલી લોકોને કહે, ‘જયારે તમે યર્દન પાર કરીને કનાન દેશમાં પ્રવેશ કરો.
૧૧
ત્યારે તમારે અમુક નગરોને તમારા માટે આશ્રયના નગરો તરીકે પસંદ કરવાં, જેમાં જે માણસે કોઈને અજાણતાં મારી નાખ્યો હોય તે આશ્રય લઈ શકે.
૧૨
આ નગરો તમારા માટે બદલો લેનારના હાથમાંથી રક્ષણાર્થે થાય, મનુષ્યઘાતકને ઇનસાફને સારુ જમાતની આગળ ખડો કરવામાં ન આવે ત્યાં સુધી તે દોષી ન ઠરે.
૧૩
તેથી તમારે આશ્રયનાં નગરો તરીકે છ નગરો પસંદ કરવાં.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options