Skip to content
ગણના ૧૩:૨૭-૩૦

ગણના ૧૩:૨૭-૩૦

૨૭
તેઓએ મૂસાને કહ્યું, “તેં અમને જે દેશમાં મોકલ્યા ત્યાં અમે ગયા, તે ખરેખર દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ છે. અને આ તેનું ફળ છે.
૨૮
તોપણ તે દેશનાં લોકો શક્તિશાળી છે તેઓનાં નગરો વિશાળ અને કિલ્લેબંધીવાળા છે. વળી અમે ત્યાં અનાકપુત્રોને પણ જોયા.
૨૯
અમાલેકીઓ નેગેબમાં રહે છે. અને પહાડી પ્રદેશોમાં હિત્તીઓ, યબૂસીઓ અને અમોરીઓ રહે છે. અને કનાનીઓ સમુદ્ર પાસે અને યર્દનને કાંઠે રહે છે.”
૩૦
પછી કાલેબે મૂસાની પાસે ઊભા રહેલા લોકોને શાંત પાડ્યા અને કહ્યું, ચાલો, આપણે હુમલો કરી તે દેશનો કબજો લઈએ, કેમ કે આપણે તેને જીતી શકવા માટે સમર્થ છીએ.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options