Skip to content
નહેમ્યા ૭:૬૦-૭૩

નહેમ્યા ૭:૬૦-૭૩

૬૦
ભક્તિસ્થાનના સેવકો તથા સુલેમાનના સર્વ સેવકો મળીને ત્રણસો બાણું હતા.
૬૧
તેલ-મેલાહ, તેલ-હાર્શા, કરુબ, આદ્દોન તથા ઈમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા તે આ છે: પણ તેઓ ઇઝરાયલીઓમાંના હતા કે નહિ એ વિષે તેઓ પોતપોતાના પૂર્વજોના કુટુંબો તથા પોતપોતાના વંશજો બતાવી શક્યા નહિ.
૬૨
દલાયાના વંશજો, ટોબિયાના વંશજો તથા નકોદાના વંશજો છસો બેતાળીસ.
૬૩
યાજકોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાયના વંશજો. બાર્ઝિલ્લાયે ગિલ્યાદી દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું, તેથી તેઓનાં નામ પરથી તેનું નામ એ પડ્યું.
૬૪
જેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં તેઓએ પોતાની નોંધ શોધી, પણ તે મળી નહિ, માટે તેઓ યાજકપદમાંથી ફરિગ કરાયા.
૬૫
આગેવાનોએ તેઓને કહ્યું કે ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.
૬૬
સર્વ લોકો મળીને બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા.
૬૭
તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ મળીને સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા. તેઓમાં ગાનારાઓ તથા ગાનારીઓ બસો પિસ્તાળીસ હતા.
૬૮
તેઓના ઘોડા સાતસો છત્રીસ હતા, તેઓનાં ખચ્ચર બસો પિસ્તાળીસ હતાં,
૬૯
તેઓનાં ઊંટો ચારસો પાંત્રીસ અને તેઓના ગધેડાં છ હજાર સાતસો વીસ હતાં.
૭૦
પૂર્વજોનાં કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામને માટે ભેટ આપી હતી. મુખ્ય સૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.
૭૧
પૂર્વજોનાં કુટુંબોના આગેવાનોમાંથી કેટલાકે વીસ હજાર દારીક સોનું તથા બે હજાર બસો માનેહ ચાંદી ભંડારમાં આપ્યાં હતાં.
૭૨
બાકીના લોકોએ જે આપ્યું તે વીસ હજાર દારીક, બે હજાર માનેહ ચાંદી તથા સડસઠ યાજકવસ્ત્ર હતાં.
૭૩
તેથી યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો, કેટલાક લોકો, તથા સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા. સાતમા માસમાં ઇઝરાયલી લોકો પોતપોતાના નગરોમાં આવીને વસ્યા.”

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options