Skip to content
નાહૂમ ૧:૧

નાહૂમ ૧:૧

આસપાસના સંદર્ભ સાથે કલમ બતાવી રહ્યા છીએ.
નિનવે વિષે ઈશ્વરનું વચન. નાહૂમ એલ્કોશીના સંદર્શનનું પુસ્તક.
યહોવાહ આવેશી ઈશ્વર છે અને બદલો લેનાર છે; યહોવાહ બદલો લે છે અને તે કોપાયમાન થયા છે; યહોવાહ પોતાના દુશ્મનો પર વૈર વાળે છે, અને પોતાના દુશ્મનો માટે ગુસ્સો સંઘરી રાખે છે.
યહોવાહ કોપ કરવામાં ધીમા અને સામર્થ્યમાં પરાક્રમી છે; તે ગુનેગારોને નિર્દોષ ગણનાર નથી. યહોવાહ પોતાનો માર્ગ વંટોળીયા તથા તોફાનમાં બનાવે છે, અને વાદળો તેમના ચરણોની ધૂળ સમાન છે.
તે સમુદ્રને ધમકાવે છે અને તેને સૂકવી નાખે છે; તે બધી નદીઓને પણ સૂકવી દે છે. બાશાન અને કાર્મેલના લીલાછમ પ્રાંતો સુકાઈ જાય છે; લબાનોનનાં ફૂલો કરમાઈ જાય છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options