Skip to content
લેવીય ૯:૧૬

લેવીય ૯:૧૬

આસપાસના સંદર્ભ સાથે કલમ ૧૬ બતાવી રહ્યા છીએ.
૧૩
પછી તેઓએ તેને એક પછી એક, દહનીયાર્પણના ટુકડા તથા માથું આપ્યા અને તેણે વેદી પર તેમનું દહન કર્યું.
૧૪
તેણે આંતરડાં અને પગો ધોઈ નાખ્યાં અને વેદી પરના દહનીયાર્પણ ઉપર તેઓનું દહન કર્યું.
૧૫
હારુને લોકોનું અર્પણ રજૂ કર્યું, લોકોના પાપાર્થાર્પણના બકરાંને લઈને પહેલાં બકરાની જેમ તેને કાપીને પાપને લીધે તેનું અર્પણ કર્યું.
૧૬
તેણે દહનીયાર્પણ રજૂ કર્યું અને યહોવાહની આજ્ઞા પ્રમાણે તેનું અર્પણ કર્યું.
૧૭
તેણે ખાદ્યાર્પણ રજૂ કર્યું; તેમાંથી એક મુઠ્ઠી લઈ સવારના દહનીયાર્પણ સાથે વેદી પર તેનું દહન કર્યું.
૧૮
તેણે લોકોના શાંત્યર્પણ માટે બળદ અને ઘેટાંને કાપીને તેઓનું અર્પણ કર્યું. હારુનના પુત્રોએ તેને રક્ત આપ્યું, જેને તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું.
૧૯
બળદના ચરબીવાળા ભાગો, ઘેટાંની ચરબીવાળી પૂંછડી, આંતરડા પરની ચરબી, બે મૂત્રપિંડો અને તેના પરની ચરબી તથા કલેજા પરની ચરબીવાળો ભાગ લીધા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options