Skip to content
યોહાન ૧૩:૧૨-૨૦

દ્રષ્ટાંતનો અર્થ

યોહાન ૧૩:૧૨-૨૦
૧૨
એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેમણે પોતાનાં વસ્ત્રો પહેર્યા અને પાછા જમવા બેસીને તેઓને કહ્યું કે, ‘મેં તમને શું કર્યું છે, તે તમે સમજો છો?’”
૧૩
તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો, અને તમે સાચું જ કહો છો, કેમ કે હું એ જ છું.’”
૧૪
એ માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.
૧૫
કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમુનો આપ્યો છે.
૧૬
હું તમને નિશ્ચે કહું છું કે, ‘નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી; અને જે મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.’”
૧૭
જો તમે એ બાબતો જાણીને તેઓનું અનુકરણ કરો, તો તમે આશીર્વાદિત છો.
૧૮
હું તમારા સઘળાં સંબંધી નથી કહેતો; જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું; એ લખેલું પૂરું થાય માટે એમ થવું જોઈએ ‘પણ જે મારી સાથે રોટલી ખાય છે, તેણે મારી વિરુદ્ધ પોતાની લાત ઉગામી છે.’”
૧૯
એ બીના બન્યા પહેલાં હું તમને કહું છું એ માટે કે, ‘જયારે એ બાબત થાય, ત્યારે તમે વિશ્વાસ કરો, કે હું તે છું.’”
૨૦
નિશ્ચે હું તમને કહું છું કે, ‘જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે, તે મારો અંગીકાર કરે છે; અને જે મારો અંગીકાર કરે છે તે મને મોકલનારનો અંગીકાર કરે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options