Skip to content
અયૂબ ૪૦:૯-૧૪

અયૂબ ૪૦:૯-૧૪

તને ઈશ્વરના જેવા હાથ છે? શું તું ગર્જના કરી શકે છે?
૧૦
તો હવે તું ગર્વ અને મહિમા ધારણ કર; તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રોની જેમ પરિધાન કર.
૧૧
તારા કોપનો ઊભરો ગર્વિષ્ઠો પર રેડી દે; તેના પર દ્રષ્ટિ કરીને તેને નીચો પાડ.
૧૨
જે કોઈ અહંકારી હોય તેને નમ્ર બનાવ; દુષ્ટો જ્યાં ઉપસ્થિત હોય તે સ્થાનને કચડી નાખ.
૧૩
તે સર્વ લોકોને એકસાથે ધૂળમાં દાટી દે; તેઓના મુખને કબરોમાં ઢાંકી દે.
૧૪
પછી હું પણ તને માન્ય કરીશ કે, તું તારા પોતાના જમણા હાથથી પોતાને બચાવી શકે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options