Skip to content
યર્મિયા ૪૩:૨

યર્મિયા ૪૩:૨

આસપાસના સંદર્ભ સાથે કલમ બતાવી રહ્યા છીએ.
તેઓના ઈશ્વર યહોવાહે તેઓની પાસે યર્મિયાને જે વચન કહેવા માટે મોકલ્યો હતો તે સર્વ વચન જ્યારે યર્મિયા લોકોની આગળ બોલી રહ્યો,
ત્યારે હોશાયાના દીકરા અઝાર્યાએ અને કારેઆના દીકરા યોહાનાને તથા બીજા અભિમાની માણસોએ યર્મિયાને કહ્યું, “તું જૂઠું બોલે છે. અમે મિસરમાં જઈએ તેવું અમારા ઈશ્વર યહોવાહે તને કહ્યું નથી.’
પણ ખાલદીઓ અમને મારી નાખે તથા અમને બાબિલના બંદીવાસમાં લઈ જાય. માટે તેઓના હાથમાં અમને સોંપી દેવા નેરિયાનો દીકરો બારુખ તને અમારી વિરુદ્ધ ઉશ્કેરે છે.”
તેથી કારેઆના દીકરા યોહાનાને, સૈન્યના સર્વ સરદારોએ અને સર્વ લોકોએ યહૂદિયામાં રહેવા વિષેનું યહોવાહનું વચન માન્યું નહિ.
જ્યાં યહૂદીઓને નસાડી મૂકવામાં આવ્યા હતા તે સર્વ દેશોમાંથી યહૂદિયામાં રહેવા માટે પાછા આવેલા યહૂદી લોકમાં જે બાકી રહેલા હતા તેઓ,
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options