મુખ્ય સામગ્રી પર જાઓ
યર્મિયા ૩૮:૨૪-૨૮

રાજા સિદકિયાની છેતરપિંડી

યર્મિયા ૩૮:૨૪-૨૮
૨૪
એટલે સિદકિયાએ યર્મિયાને કહ્યું, “આ વચનો કોઈને કહીશ નહિ જેથી તું મરણ ન પામે.
૨૫
જો અધિકારીઓને ખબર પડે કે, મેં તારી સાથે વાત કરી છે અને તેઓ તને આવીને પૂછે કે, અમને કહે કે તેં રાજા સાથે શી વાત કરી છે. અમારાથી તે ગુપ્ત નહિ રાખશે, તો અમે તને મારી નાખીશું નહિ.’
૨૬
છતાં તું કેવળ એટલું જ કહેજે કે, રાજા મને યહોનાથાનના ઘરમાં મરવાને પાછો મોકલે નહિ તેવી દીન વિનંતી મેં રાજાને કરી હતી.”
૨૭
પછી સર્વ અધિકારીઓએ યર્મિયા પાસે આવીને તેને પૂછ્યું અને જે સર્વ વચનો કહેવાનું રાજાએ તેને ફરમાવ્યું હતું તે પ્રમાણે જ બરાબર તેઓને કહ્યું. તેઓએ તેને પૂછવાનું બંધ કર્યું. કેમ કે તેઓએ રાજા તથા યર્મિયાની વાતચીત સાંભળી નહોતી.
૨૮
તેથી યરુશાલેમને જીતી લેવામાં આવ્યું ત્યાં સુધી યર્મિયા ચોકીમાં રહ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options