Skip to content
યશાયા ૩૭:૮-૧૩

આશ્શૂર ફરી ધમકી આપે છે

યશાયા ૩૭:૮-૧૩
જ્યારે રાબશાકેહ પાછો ગયો ત્યારે તેને માલૂમ પડ્યું આશ્શૂરનો રાજા લિબ્નાહની વિરુદ્ધ યુદ્ધ કરે છે. વળી તેણે સાંભળ્યું હતું કે તે લાખીશથી ઊપડ્યો છે.
જ્યારે તેણે સાંભળ્યું કે કૂશના રાજા તિર્હાકા તથા મિસરીઓ સાથે મળીને મારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યા છે, ત્યારે તેણે ફરીથી યહૂદિયાના રાજા હિઝકિયાની પાસે સંદેશવાહકોને મોકલીને કહાવ્યું,
૧૦
“હિઝકિયા, યહૂદિયાના રાજાને કહે કે, ‘જે ઈશ્વર પર તું ભરોસો રાખે છે, તે એવું કહીને તમને ન છેતરે કે, “યરુશાલેમ આશ્શૂરના રાજાના હાથમાં નહિ પડશે.”
૧૧
આશ્શૂરના રાજાઓએ સર્વ દેશોનો નાશ કરીને તેઓના કેવા હાલ કર્યા છે તે તો તેં સાંભળ્યું છે; તો શું તારો બચાવ થશે?
૧૨
જે પ્રજાઓનો, એટલે ગોઝાન, હારાન, રેસેફ તથા તલાસારમાં રહેનાર એદેનપુત્રોનો મારા પૂર્વજોએ નાશ કર્યો છે, તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે શું?
૧૩
હમાથનો, આર્પાદનો અને સફાર્વાઈમ નગરનો, હેનાનો તથા ઇવ્વાનો રાજા ક્યાં છે?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options