Skip to content
યશાયા ૧૬:૩

યશાયા ૧૬:૩

આસપાસના સંદર્ભ સાથે કલમ બતાવી રહ્યા છીએ.
અરણ્યને માર્ગે સેલાથી સિયોનની દીકરીના પર્વતની પાસે દેશના અમલદારને માટે હલવાન મોકલો.
માળા તોડી પાડ્યાને લીધે ભટકતા પક્ષી જેવી મોઆબની સ્ત્રીઓ આર્નોન નદીના કિનારા પર આવશે.
“સલાહ આપો, ઇનસાફ કરો; બપોરે તારી છાયા રાતના જેવી કર; કાઢી મૂકેલાઓને સંતાડ; ભટકનારાઓનો વિશ્વાસઘાત કરીશ નહિ.
મોઆબના કાઢી મૂકેલાઓને તારી પાસે રહેવા દે, તેઓનો વિનાશ કરનારાઓથી તેઓનું સંતાવાનું સ્થાન થા.” કેમ કે જુલમનો અંત આવશે અને વિનાશ બંધ થઈ જશે, જેઓ દેશને પગતળે છૂંદી નાખનારા હતા તેઓ દેશમાંથી ચાલ્યા ગયા હશે.
ત્યારે કૃપામાં એક સિંહાસન સ્થાપિત કરવામાં આવશે; અને દાઉદના તંબુમાંથી તે પર એક સત્યનિષ્ઠ પુરુષ વિશ્વાસુપણે બિરાજશે. જેમ તે ન્યાય ચાહે છે તેમ તે ઇનસાફ કરશે અને પ્રામાણિકપણે વર્તશે.
અમે મોઆબના ઘમંડ, તેના અહંકાર, તેની બડાઈ અને તેના ક્રોધ વિષે સાંભળ્યું છે. પણ તેની બડાશો ખાલી બકવાસ જ છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options