Skip to content
હાગ્ગાય ૨:૧૧-૧૪

હાગ્ગાય ૨:૧૧-૧૪

૧૧
સૈન્યોના યહોવાહ કહે છે ‘યાજકોને નિયમશાસ્ત્ર વિષે પૂછ.
૧૨
જો તમારામાંનો કોઈ પોતાના પહેરેલા વસ્ત્રમાં પવિત્ર માંસને બાંધીને લઈ જતો હોય અને જો તે રોટલી, ભાજી, દ્રાક્ષારસ, તેલ કે બીજા કોઈ ખોરાકને અડકે તો શું તે પવિત્ર થાય?” યાજકોએ જવાબ આપ્યો કે, “ના.”
૧૩
ત્યારે હાગ્ગાયે કહ્યું, “જો કોઈ માણસ શબને અડકવાથી અશુદ્ધ થયો હોય અને આ વસ્તુઓને અડે તો શું તે અશુદ્ધ ગણાય?” ત્યારે યાજકોએ જવાબ આપ્યો કે, “હા, તેઓ અશુદ્ધ ગણાય.”
૧૪
હાગ્ગાયે કહ્યું, “યહોવાહ કહે છે કે “મારી આગળ આ લોકો અને આ પ્રજા એવા જ છે.’ તેઓના હાથનાં કામો એવાં જ છે, અને તેઓ જે કંઈ અર્પણ કરે છે તે અશુદ્ધ છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options