Skip to content
ઊત્પત્તિ ૬:૫-૮

ઈશ્વરનું દુઃખ અને જાહેર કરાયેલો ન્યાય

ઊત્પત્તિ ૬:૫-૮
૫
ઈશ્વરે જોયું કે, પૃથ્વી પર માનવજાતના દુરાચાર ઘણાં વધી ગયા છે અને તેઓના હૃદયના વિચારોની દરેક કલ્પના દુષ્ટ જ છે.
૬
તેથી ઈશ્વરને પૃથ્વી પર માણસને ઉત્પન્ન કરવા બદલ દુઃખ થયું અને તે નિરાશ થયા.
૭
ઈશ્વરે કહ્યું કે, “જે માનવજાતને મેં ઉત્પન્ન કરી છે, તેનો હવે હું પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ; તે સાથે પશુઓને, પેટે ચાલનારાં અને આકાશના પક્ષીઓને પણ નષ્ટ કરીશ. કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાથી હું હૃદયભંગ થયો છું.”
૮
પણ નૂહના આચરણથી ઈશ્વર સંતુષ્ટ હતા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options