Skip to content
ઊત્પત્તિ ૫:૧૨-૧૭

ઊત્પત્તિ ૫:૧૨-૧૭

૧૨
જયારે તેના પુત્ર માહલાલેલનો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો.
૧૩
માહલાલેલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૧૪
કેનાન નવસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૧૫
જ્યારે તેના પુત્ર યારેદનો જન્મ થયો ત્યારે માહલાલેલ પાંસઠ વર્ષનો હતો.
૧૬
યારેદનો જન્મ થયા પછી માહલાલેલ આઠસો ત્રીસ વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૧૭
માહલાલેલ આઠસો પંચાણું વર્ષની ઉંમરે મરણ પામ્યો.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0