મુખ્ય સામગ્રી પર જાઓ
હઝકિયેલ ૮:૭-૧૩

વડીલોની ગુપ્ત મૂર્તિપૂજા

હઝકિયેલ ૮:૭-૧૩
પછી તે મને આંગણાના દ્વાર પાસે લાવ્યો. અને મેં જોયું, તો ત્યાં દીવાલમાં એક કાણું હતું.
તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ દીવાલમાં ખોદ.” તેથી મેં દીવાલમાં ખોદ્યું તો ત્યાં બારણું હતું!
ત્યારે તેમણે મને કહ્યું, “જા અને તે લોકો જે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે જો.”
૧૦
તેથી મેં અંદર જઈને જોયું તો, જુઓ, દરેક જાતનાં પેટે ચાલનારાં સજોવો તથા ઘૃણાજનક જાનવરો તથા ઇઝરાયલ લોકોની સર્વ મૂર્તિઓ દીવાલ પર ચારેબાજુ કોતરેલી હતી.
૧૧
ઇઝરાયલના સિત્તેર વડીલો ત્યાં હતા, શાફાનનો દીકરો યાઝનિયા તેઓની મધ્યે હતો. તેઓ બધા પ્રતિમાની આગળ ઊભા હતા, દરેકના હાથમાં પોતાની ધૂપદાનીઓ હતી જેથી ધૂપના ગોટેગોટા ઉપર ઊડતા હતા અને તેની સુગંધ બધે પ્રસરતી હતી.
૧૨
પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તેં જોયું કે ઇઝરાયલીઓના દરેક વડીલો અહીં અંઘારામાં પોતાની મૂર્તિવાળી ઓરડીઓમાં શું કરે છે? કેમ કે તેઓ કહે છે કે, ‘યહોવાહ અમને જોતા નથી. યહોવાહે દેશને તજી દીધો છે.’
૧૩
અને તેમણે મને કહ્યું, “તું ફરીને જોઈશ કે તેઓ આના કરતાં પણ વધુ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options