Skip to content
હઝકિયેલ ૩૮:૬-૯

હઝકિયેલ ૩૮:૬-૯

ગોમેર તથા તેના સર્વ સૈનિકો, ઉત્તરનો ઘણો દૂરનો ભાગ બેથ તોગાર્મા તથા તેનું આખું સૈન્ય! ઘણાં લોકો પણ તારી સાથે છે તે બધાંને હું બહાર કાઢીશ.
તૈયારી કર, હા, તું તથા તારી સાથે એકત્ર થયા છે તેઓને તૈયાર કરીને, તું તેઓનો સેનાપતિ થા.
લાંબા સમય પછી તને યાદ કરવામાં આવશે, ઘણાં વર્ષો પછી તું તલવારથી બચી ગયેલા તથા ઘણી પ્રજાઓમાંથી ભેગા થયેલા લોકોના દેશમાં, એટલે ઇઝરાયલના ઉજ્જડ પડેલા પર્વતો પર આવશે. પણ દેશના લોકોને વિદેશીઓમાંથી બહાર કાઢી લાવેલા છે, તેઓ નિર્ભય રહેશે!
તું, તારું સઘળું સૈન્ય તથા તારી સાથેના ઘણા સૈનિકો આવશે, તું તોફાનની જેમ આવશે, દેશમાં વાદળની જેમ છવાઈ જશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options