હઝકિયેલ ૩૦:૮-૧૦
૮
¶ હું મિસરમાં અગ્નિ સળગાવીશ અને તેના બધા મદદગારો નાશ પામશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!
૯
તે દિવસે નિશ્ચિંત રહેનારા કૂશીઓને ભયભીત કરવા માટે સંદેશાવાહક મારી આગળથી વહાણોમાં જશે, મિસરના દિવસે આફત આવી હતી તેમ તેઓ મધ્યે આફત આવી પડશે. તે દિવસ આવી રહ્યો છે.
૧૦
¶ પ્રભુ યહોવાહ આમ કહે છે: “હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારને હાથે મિસરના સમુદાયનો અંત લાવીશ.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0