Skip to content
નિર્ગમન ૩૫:૫

નિર્ગમન ૩૫:૫

આસપાસના સંદર્ભ સાથે કલમ બતાવી રહ્યા છીએ.
છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તે તમારે માટે પવિત્ર દિવસ થાય, યહોવાહને માટે તે વિશ્રામવાર થાય. તે દિવસે જે કોઈ કામ કરે તે મારી નંખાય.
વિશ્રામવારના દિવસે તમે જ્યાં પણ રહેતા હોય ત્યાં આગ સળગાવવી નહિ.”
મૂસાએ ઇઝરાયલીઓની આખી સભાને કહ્યું, “જે આજ્ઞા યહોવાહે આપી છે તે આ પ્રમાણે છે.
યહોવાહને માટે તમારામાંથી અર્પણ લો, જે કોઈના મનમાં આપવાની ઇચ્છા હોય તે યહોવાહને સારુ અર્પણ લાવે: એટલે સોનું, ચાંદી, પિત્તળ,
ભૂરા, જાંબુડિયા, કિરમજી રંગનું ઊન, શણનું ઝીણું કાપડ, બકરાંના વાળ;
ઘેટાંનું લાલ રંગેલુ ચામડું, સીલ માછલાંના ચામડાં, બાવળનાં લાકડાં;
દીવાને માટે તેલ, અભિષેકના તેલ માટે, સુંગધીદાર ધૂપ માટે સુગંધી દ્રવ્યો,
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options