Skip to content
પુનર્નિયમ ૩૩:૧-૫

પુનર્નિયમ ૩૩:૧-૫

અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલીઓને જે આશીર્વાદ આપ્યો તે આ છે;
મૂસાએ કહ્યું, “યહોવાહ સિનાઈ પર્વત પરથી આવ્યા. તે સેઈર પર્વત પરથી તેઓ પર પ્રગટ્યા પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા, અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા. અને તેમને જમણે હાથે નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો.
હા, યહોવાહ પોતાના લોકોને પ્રેમ કરે છે; તેમના સર્વ પવિત્ર લોકો તેમના હાથમાં છે, તેઓ તેમના ચરણ આગળ બેઠા; અને દરેક તમારાં વચનો ગ્રહણ કરશે.
મૂસાએ અમને યાકૂબના સમુદાયને વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું.
જયારે લોકોના આગેવાનો અને ઇઝરાયલનાં સર્વ કુળો એકત્ર થયાં હતાં ત્યારે યહોવાહ યશુરૂનમાં રાજા હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options