Skip to content
પુનર્નિયમ ૨૦:૧-૯

પુનર્નિયમ ૨૦:૧-૯

૧
જયારે તમે યુદ્ધમાં તમારા દુશ્મનો વિરુદ્ધ લડવા જાઓ, ત્યારે ઘોડાઓ, રથો અને તમારા કરતાં વધારે લોકો તમે જુએ તો તેઓથી બીશો નહિ, કેમ કે, મિસરની ભૂમિમાંથી બહાર લાવનાર યહોવાહ તમારા ઈશ્વર તમારી સાથે છે.
૨
જયારે તમે યુદ્ધભૂમિની નજીક પહોંચો, ત્યારે યાજક આગળ આવીને લોકોની સાથે બોલે,
૩
તેઓને કહે કે, “હે ઇઝરાયલ, સાંભળો; આજે તમે તમારા દુશ્મનો સામે યુદ્ધ કરવા આવ્યા છો, ત્યારે નાહિંમત થશો નહિ, બીશો નહિ, ભયભીત થશો નહિ કે તેઓનાથી ગભરાશો નહિ;
૪
કેમ કે તમને બચાવવા અને તમારા પક્ષે રહીને તમારા દુશ્મનો સામે જે લડવા જાય છે તે તો યહોવાહ તમારા ઈશ્વર છે.
૫
ત્યારે અધિકારીઓએ લોકોને કહેવું કે, “શું એવો કોઈ માણસ છે કે જેણે નવું ઘર બાંધ્યું હોય અને તેની અર્પણવિધિ કરી ના હોય? તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજા કોઈ માણસે તેના ઘરનું અર્પણ કરવું પડે.
૬
શું કોઈ એવો માણસ છે જેણે દ્રાક્ષવાડી રોપી હોય અને તેનાં ફળ ખાધાં ન હોય? તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજો કોઈ માણસ તેનાં ફળ ખાય.
૭
વળી શું કોઈ એવો માણસ છે કે જેણે કોઈ સ્ત્રી સાથે સગાઈ કરી હોય પણ તેની સાથે લગ્ન કર્યાં ન હોય? તો તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજો કોઈ પુરુષ તે સ્ત્રી સાથે લગ્ન કરે.
૮
અધિકારીઓએ લોકોને એવું પણ પૂછવું કે, “શું કોઈ એવો માણસ છે જે ગભરાઈ ગયો હોય કે નાહિંમત થઈ ગયો હોય? તો તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તેના હૃદયની જેમ તેના ભાઈઓનાં હૃદય પણ નાહિમ્મત થઈ જાય.”
૯
જયારે અધિકારીઓ લોકોને પૂછવાનું બંધ કરે, ત્યારે તેઓ તેઓના પર સેનાપતિ નિયુક્ત કરે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options