Skip to content
પુનર્નિયમ ૧૭:૧૬-૨૦

પુનર્નિયમ ૧૭:૧૬-૨૦

૧૬
ફક્ત આટલું જ કે તે પોતાને માટે મોટી સંખ્યામાં ઘોડાઓ ન રાખે. અને પોતાના ઘોડાઓની સંખ્યામાં વધારો કરવાના મતલબથી તે લોકોને પાછા મિસર ન મોકલે. કેમ કે યહોવાહે તમને કહ્યું છે કે “તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહિ.”
૧૭
વળી તે ઘણી પત્નીઓ કરે નહિ. કે જેથી તેનું હૃદય યહોવાહ તરફથી વિમુખ થઈ ન જાય. વળી તે પોતાને સારુ સોનુંચાંદી અતિશય ન વધારે.
૧૮
અને જયારે તે તેના રાજ્યાસને બેસે પછી તેણે લેવી યાજકો પાસેથી આ નિયમની નકલ પુસ્તકમાં ઉતારે
૧૯
અને તે તેની પાસે રહે અને તેના જીવનપર્યત તેમાંથી વાંચે કે, તે યહોવાહનો ડર રાખતાં શીખીને આ નિયમનાં સર્વ વચનો તથા વિધિઓનું પાલન કરે.
૨૦
એ માટે કે તેનું હૃદય તેના ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ઠ ન થઈ જાય. તથા આ આજ્ઞાઓથી તે વિમુખ થઈ ન જાય. એ સારુ કે ઇઝરાયલ મધ્યે તેના રાજ્યમાં તેનું તથા તેના સંતાનોનું આયુષ્ય વધે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options