પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૧૩-૧૪
૧૩
ત્યારે પાઉલે ઉત્તર દીધો કે, તમે શા માટે રડો છો, અને મારું દિલ દુ:ખવો છો? હું તો એકલો બંધાવાને નહિ, પણ પ્રભુ ઈસુના નામને સારુ યરુશાલેમમાં મરવાને પણ તૈયાર છું.
૧૪
જયારે તેણે માન્યું નહિ, ત્યારે ‘પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ,’ એવું કહીને અમે શાંત રહ્યા.