Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧-૫

હેરોદ મંડળી પર સતાવણી કરે છે

પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧-૫
૧
આશરે તે જ સમયે હેરોદ રાજાએ વિશ્વાસી સમુદાયના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા.
૨
તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો.
૩
યહૂદીઓને એ વાતથી ખુશી થાય છે તે જોઈને તેણે પિતરની પણ ધરપકડ કરી. તે બેખમીર રોટલીના પર્વના દિવસો હતા.
૪
તેણે પિતરને પકડીને જેલમાં પૂર્યો, અને તેની ચોકી કરવા સારુ ચાર ચાર સિપાઈઓની ચાર ટુકડીઓને આધીન કર્યો, અને પાસ્ખાપર્વ પછી લોકોની સમક્ષ તેને બહાર લાવવાનો ઇરાદો રાખ્યો.
૫
તેથી તેણે પિતરને જેલમાં રાખ્યો; પણ વિશ્વાસી સમુદાયે તેને સારુ આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options