Skip to content
2 રાજઓ ૭:૮-૧૧

2 રાજઓ ૭:૮-૧૧

જ્યારે કુષ્ઠ રોગીઓ છાવણીની હદમા આવ્યા ત્યારે તેઓએ એક તંબુમાં જઈને ત્યાં ખાધું-પીધું, વળી ત્યાંથી સોનું, ચાંદી અને વસ્ત્રો લઈ જઈને તે સંતાડી દીધું. પછી તેઓ પાછા આવીને બીજા તંબુમાં ગયા, ત્યાંથી પણ લૂંટી લઈને બધું સંતાડી દીધું.
પછી તેઓએ એકબીજાને કહ્યું, “આપણે આ બરાબર નથી કરતા. આ તો વધામણીનો દિવસ છે, પણ આપણે તો તે વિષે ચૂપ રહ્યા છીએ. જો આપણે સવાર સુધી રાહ જોઈશું, તો આપણા પર શિક્ષા આવી પડશે. તો હવે ચાલો, આપણે જઈને રાજાના કુટુંબીઓને કહીએ.”
૧૦
માટે તેઓએ આવીને નગરના ચોકીદારોને બૂમ પાડીને કહ્યું, “અમે અરામીઓની છાવણીએ ગયા હતા, પણ ત્યાં કોઈ ન હતું, કોઈનો અવાજ ન હતો, ફક્ત ઘોડા અને ગધેડાં બાંધેલાં હતા, તંબૂઓ પણ જેમના તેમ ખાલી હતા.”
૧૧
પછી દરવાજાના ચોકીદારોએ બૂમ પાડીને રાજાના કુટુંબીઓને ખબર પહોંચાડી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options