Skip to content
2 રાજઓ ૨૧:૧૯-૨૬

2 રાજઓ ૨૧:૧૯-૨૬

૧૯
આમોન રાજ કરવા લાગ્યો, ત્યારે તે બાવીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં બે વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ મશુલ્લેમેથ હતું, તે યોટબાના હારુસની દીકરી હતી.
૨૦
તેણે તેના પિતા મનાશ્શાની જેમ યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.
૨૧
આમોન જે માર્ગે તેનો પિતા ચાલ્યો હતો, તે માર્ગે તે ચાલ્યો અને તેના પિતાએ જેમ મૂર્તિઓની પૂજા કરી તેમ તેણે પણ કરી, તેઓની ભક્તિ કરી.
૨૨
તેણે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાહનો ત્યાગ કર્યો અને યહોવાહના માર્ગોમાં ચાલ્યો નહિ.
૨૩
આમોનના ચાકરોએ તેની વિરુદ્ધ ષડયંત્ર રચીને, તેને પોતાના ઘરમાં મારી નાખ્યો.
૨૪
પરંતુ દેશના લોકોએ આમોન રાજા વિરુદ્ધ ષડયંત્ર રચનાર બધાને મારી નાખ્યા, તેઓએ તેના દીકરા યોશિયાને તેની જગ્યાએ રાજા બનાવ્યો.
૨૫
આમોન રાજાનાં બાકીનાં કાર્યો, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
૨૬
લોકોએ તેને ઉઝઝાના બગીચામાં દફનાવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો યોશિયા રાજા બન્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options