Skip to content
2 રાજઓ ૧૦:૨૫-૨૮

2 રાજઓ ૧૦:૨૫-૨૮

૨૫
યેહૂ દહનીયાર્પણ ચઢાવી રહ્યો પછી તરત જ તેણે રક્ષકોને તથા સરદારોને કહ્યું, “અંદર જઈને તેઓને મારી નાખો. કોઈને બહાર આવવા દેશો નહિ.” તેઓએ તેઓને તલવારની ધારથી મારી નાખ્યા. રક્ષકો અને સરદારો તેઓને બહાર ફેંકી દઈને બઆલના મંદિરના અંદરનાં ઓરડામાં ગયા.
૨૬
બઆલના મંદિરમાં અશેરા દેવીની જે મૂર્તિ હતી તેને તેઓએ ત્યાંથી હઠાવી દઈને બાળી નાખી.
૨૭
તેઓએ બઆલના સ્તંભને તોડી નાખ્યો. અને બઆલના મંદિરનો નાશ કરીને તે જગ્યાને સંડાસ બનાવી દીધી. જે આજ સુધી છે.
૨૮
આ રીતે યેહૂએ ઇઝરાયલમાંથી બઆલ અને તેના સેવકોને નષ્ટ કર્યા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options