Skip to content
1 રાજઓ ૯:૭-૯

1 રાજઓ ૯:૭-૯

તો ઇઝરાયલને જે દેશ મેં આપ્યો છે તેમાંથી તેમને કાઢી મૂકીશ; અને આ ભક્તિસ્થાન કે જેને મેં મારા નામ અર્થે પવિત્ર કર્યું છે તેને હું મારી દ્રષ્ટિથી દૂર કરીશ. અને સર્વ લોકો મધ્યે ઇઝરાયલ મજાકરૂપ અને કહેવતરૂપ થશે.
અને જો કે આ ભક્તિસ્થાન ઊંચું છે તો પણ જતા આવતા સૌ કોઈ તેને જોઈને આશ્ચર્ય પામીને ઉપહાસ કરશે, ‘ઈશ્વરે આ દેશના અને આ ભક્તિસ્થાનના આવા હાલ શા માટે કર્યા?’
અને બીજા તેમને પ્રત્યુત્તર આપશે, ‘તેઓના પિતૃઓને મિસરમાંથી બહાર લાવનાર ઈશ્વરને તેઓએ ત્યજી દીધા. અને બીજા દેવોનો સ્વીકાર કરીને તેમની પૂજા કરી. એ જ કારણથી ઈશ્વરે આ બધી વિપત્તિ તેઓના પર મોકલી છે.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options