Skip to content
1 રાજઓ ૨૧:૧૯-૨૨

1 રાજઓ ૨૧:૧૯-૨૨

૧૯
તારે તેને આ પ્રમાણે કહેવું, યહોવાહ એવું કહે છે કે, ‘તેં નાબોથનું ખૂન કર્યું છે? અને દ્રાક્ષવાડીનો કબજો પણ લીધો છે? યહોવાહ આમ કહે છે, જયાં કૂતરાંઓએ નાબોથનું લોહી ચાટ્યું હતું ત્યાં જ કૂતરાંઓ તારું લોહી પણ ચાટશે.’
૨૦
આહાબે એલિયાને કહ્યું, “મારા શત્રુ, શું તેં મને શોધી કાઢ્યો?” એલિયાએ કહ્યું, “મેં તને શોધી કાઢ્યો છે, કારણ, યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું છે તે કરવાને માટે તેં પોતાને વેચ્યો છે.
૨૧
યહોવાહ કહે છે કે, ‘જો, હું તારા પર આપત્તિ લાવીશ અને તારો સંપૂર્ણ વિનાશ કરીશ. હું તારા દરેક પુત્રનો અને ઇઝરાયલમાંનાં દરેક બંદીવાન તેમ જ બચી રહેલાનો નાશ કરીશ.
૨૨
હું નબાટના પુત્ર યરોબામ અને અહિયાના પુત્ર બાશાના કુટુંબોની જેમ તારા પણ કુટુંબ સાથે કરીશ. કારણ તેં ઇઝરાયલના લોકો પાસે પાપ કરી મને રોષ ચઢાવ્યો છે.’”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options