Skip to content
1 કાળવ્રત્તાંત ૯:૨૨-૨૭

1 કાળવ્રત્તાંત ૯:૨૨-૨૭

૨૨
એ સર્વ જે દરવાજા ઉપર દ્વારપાળ તરીકે પસંદ કરાયેલા હતા તેઓ બસો બાર હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી પ્રમાણે ગણાયા હતા. તેઓને દાઉદે તથા શમુએલ પ્રબોધકે તેઓના મુકરર કરેલા કામ પર નીમ્યા હતા.
૨૩
તેથી તેઓનું તથા તેઓના દીકરાઓનું કામ યહોવાહની ભક્તિસ્થાનના દ્વારોની એટલે મંડપની, ચોકી કરીને સંભાળ રાખવાનું હતું.
૨૪
દ્વારપાળો ચારે બાજુએ ફરજ બજાવતા હતા, એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ ગમ.
૨૫
તેઓના જે ભાઈઓ તેઓના ગામોમાં હતા, તેઓને સાત દિવસને અંતરે વારાફરતી તેઓની સાથે સેવામાં સામેલ થવા સારુ આવતા હતા.
૨૬
ચાર મુખ્ય દરવાજાના રક્ષકો જે લેવીઓ હતા તેઓ ઈશ્વરના સભાસ્થાનની ઓરડીઓ પર તથા ભંડારો પર નિમાયેલા હતા.
૨૭
તેઓ ઈશ્વરના સભાસ્થાનની આસપાસ તેમનાં કામ પ્રમાણે રહેતા હતા, કેમ કે તેઓ તેની રક્ષા માટે જવાબદાર હતા. દર સવારે તેને ઉઘાડવાનું કામ તેઓનું હતું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options