Skip to content
1 કાળવ્રત્તાંત ૬:૫૪-૬૦

1 કાળવ્રત્તાંત ૬:૫૪-૬૦

૫૪
જે જગ્યા હારુનના વંશજોને આપવામાં આવી હતી. એ જગ્યાઓ આ હતી. કહાથીઓના કુટુંબો માટે ચિઠ્ઠીઓ નાખીને પહેલો ભાગ તેમને આપવામાં આવ્યો હતો:
૫૫
તેઓને યહૂદાના દેશમાં હેબ્રોન તથા તેની આસપાસની ઘાસચારાવાળી જમીનો આપવામાં આવી હતી.
૫૬
પણ તે નગરનાં ખેતરો તથા તેની આસપાસનાં ગામો તેઓએ યફૂન્નેના દીકરા કાલેબને આપ્યાં.
૫૭
હારુનના વંશજોને તેઓએ આશ્રયનગર એટલે હેબ્રોન આપ્યું. વળી લિબ્નાહ તેના ગોચરો સહિત યાત્તીર તથા એશ્તમોઆ તેના ગોચરો સહિત,
૫૮
હિલેન તેના ગોચરો સહિત, દબીર તેના ગોચરો સહિત,
૫૯
હારુનના વંશજોને આશાન તેના ગૌચરો સહિત સાથે તથા બેથ-શેમેશ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
૬૦
બિન્યામીનના કુળમાંથી ગેબા તેના ગોચરો સહિત, આલેમેથ તેના ગોચરો સહિત તથા અનાથોથ તેના ગોચરો સહિત. કહાથીઓના કુટુંબોને આ સઘળાં મળીને તેર નગરો આપવામાં આવ્યા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options