Skip to content
1 કાળવ્રત્તાંત ૨૩:૧૨-૧૮

1 કાળવ્રત્તાંત ૨૩:૧૨-૧૮

૧૨
કહાથના ચાર દીકરા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.
૧૩
આમ્રામના દીકરા: હારુન અને મૂસા. હારુન અને તેના વંશજોને; પરમપવિત્ર વસ્તુઓ અર્પવા, યહોવાહ આગળ ધૂપ બાળવા, તેમની સેવા કરવા અને તેમના નામે આશીર્વાદ આપવા માટે કાયમી ધોરણે, પસંદ કરવામાં આવ્યા હતા.
૧૪
પણ ઈશ્વરના સેવક મૂસાના સંદર્ભમાં, તેના દીકરાઓને, લેવીઓમાં ગણવામાં આવ્યા હતા.
૧૫
મૂસાના દીકરા: ગેર્શોમ અને એલિએઝેર.
૧૬
ગેર્શોમના વંશજોમાં શબુએલ, જ્યેષ્ઠ હતો.
૧૭
એલિએઝેરનો જ્યેષ્ઠ દીકરો રહાબ્યા. એલીએઝેરને બીજા દીકરા ન હતા, પણ રહાબ્યાનાં ઘણાં સંતાનો હતા.
૧૮
યિસ્હારનો જ્યેષ્ઠ દીકરો, શલોમિથ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options