Skip to content

ગીતશાસ્ત્ર ૧૧૩

સાર્વત્રિક અને સનાતન સ્તુતિનું આહ્વાન ૧–૩

૧
યહોવાહની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો; યહોવાહના નામની સ્તુતિ કરો.
૨
યહોવાહનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
૩
સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાહના નામની સ્તુતિ કરો.

ઈશ્વરનું અતુલનીય મહિમા અને પરાત્પરતા ૪–૬

૪
યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે.
૫
આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે? જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે.
૬
આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે કોણ જુએ છે?

દીનદુઃખીઓ પ્રત્યે ઈશ્વરની નમ્રતા અને સંભાળ ૭–૯

૭
તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે.
૮
જેથી તે અમીરો સાથે એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય.
૯
તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાહની સ્તુતિ કરો.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0