Skip to content
ગીતશાસ્ત્ર ૭૭:૧૩-૧૮

ગીતશાસ્ત્ર ૭૭:૧૩-૧૮

૧૩
હે ઈશ્વર, તમારા માર્ગો પવિત્ર છે, આપણા મહાન ઈશ્વર જેવા બીજા ઈશ્વર કોણ છે?
૧૪
તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.
૧૫
તમે તમારા મહાન પરાક્રમ વડે લોકોને, એટલે યાકૂબના તથા યૂસફના વંશજોને વિજય અપાવ્યો છે.
૧૬
હે ઈશ્વર, સાગરો તમને જોયા; સાગરો તમને જોઈને ગભરાયાં; ઊંડાણો પણ ધ્રૂજ્યાં.
૧૭
વાદળોએ પાણી વરસાવ્યાં; આકાશે ગર્જના કરી; તમારાં બાણો ચારેબાજુ ઊડ્યાં.
૧૮
તમારી ગર્જનાનો અવાજ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા હચમચી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options