ગીતશાસ્ત્ર ૧૧૯:૨
આસપાસના સંદર્ભ સાથે કલમ ૨ બતાવી રહ્યા છીએ.
૧
જેના માર્ગો સીધા છે, જેઓ યહોવાહના નિયમો પ્રમાણે ચાલે છે, તેઓ આશીર્વાદિત છે.
૨
જેઓ તેમનાં સાક્ષ્ય પાળે છે તેઓ આશીર્વાદિત છે, તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે.
૩
તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેમના માર્ગમાં ચાલે છે.
૪
તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ.
૫
તમારા વિધિઓ પાળવાને માટે મારા વિચારો દ્રઢ થાય તો કેવું સારું!
Settings